જેમ્સ બોન્ડ એટલે સમયનો બહુ પાકો. સીક્રેટ એજન્ટ તરીકેના મિશન પર હોઈ દુશ્મનોને ફૂંકી મારવાનું લાઈસન્સ પણ મેળવેલું હોય એટલે તેણે ટાઈમ બરાબર સાચવવો પડે. વળી, સુંદરીઓને મળવાનું હોય, સુપર વિલનોને છક્કડ ખવડાવવાની હોય. આ બધા માટે પ્રભાવશાળી ડ્રેસની સાથોસાથ એકદમ સ્ટાઈલિશ કાંડાઘડિયાળની પણ એટલી જ આવશ્યક્તા રહે. એટલે જ જેમ્સ બોન્ડની ફિલ્મોમાં હિરો ઉક્ત ત્રણ બ્રાન્ડની ઘડિયાળનો જ આગ્રહ રાખતો આવ્યો છે.
રોલેક્સઃ
રોલેક્સ સબમરીનર જેમ્સ બોન્ડની ગમતીલી વૉચ ગણાતી આવી છે. આ ઘડિયાળ લોન્ચ કરાઈ હતી ૧૯૫૩માં. આ સૌપ્રથમ વોટરપ્રુફ વૉચ હતી જે પાણીમાં ૧૦૦ મીટર ઊંડે પણ બરાબર કામ કરતી રહે. આધુનિક સમયની રોલેક્સ સબમરીનર વૉચ તો ૩૦૦ મીટર (૧૦૦૦ ફૂટ)ની ઊંડાઈએ પણ સુરક્ષિત રહે છે.
રોલેક્સ જેમ્સ બોન્ડની આ ફિલ્મોમાં જોવા મળીઃ
ડોક્ટર નો (૧૯૬૨ – શોન કોનરી)
ફ્રોમ રશિયા વિથ લવ (૧૯૬૫ – શોન કોનરી)
ગોલ્ડફિંગર (૧૯૬૪ – શોન કોનરી)
થંડરબોલ (૧૯૬૫ – શોન કોનરી)
યુ ઓન્લી લાઈવ ટ્વાઈઝ (૧૯૬૭ – શોન કોનરી)
ઓન હર મેજેસ્ટીઝ સીક્રેટ સર્વિસ (૧૯૬૯ – જ્યોર્જ લેઝન્બી)
ડાયમન્ડ્સ આર ફોર એવર (૧૯૭૧ – શોન કોનરી)
લાઈવ એન્ડ લેટ ડાઈ (૧૯૭૩ – રોજર મૂર)
ધ મેન વિથ ધ ગોલ્ડન ગન (૧૯૭૪ – રોજર મૂર)
ધ લિવિંગ ડેલાઈટ્સ (૧૯૮૭ – ટીમોથી ડાલ્ટન)
લાઈસન્સ ટુ કિલ (૧૯૮૯ – ટીમોથી ડાલ્ટન)
સીકોઃ
૮૦ના દાયકામાં ડિજિટલ યુગના મંડાણ થયા એટલે જેમ્સ બોન્ડના કાંડા પરની ઘડિયાળ પણ બદલાઈ. નવા જેમ્સ બોન્ડ રોજર મૂરના કાંડા પર જોવા મળતી હતી સીકો ઘડિયાળ. જાપાને દુનિયા સમક્ષ મૂકેલી એ સૌપ્રથમ ડિજિટલ ક્વૉર્ટ્ઝ વૉચ હતી.
સીકો વૉચ આ ફિલ્મોમાં જોવા મળીઃ
ધ સ્પાય હુ લવ્ડ મી (૧૯૭૭ – રોજર મૂર)
મૂનરેકર (૧૯૭૯ – રોજર મૂર)
ફોર યોર આઈઝ ઓન્લી (૧૯૮૧ – રોજર મૂર)
ઓક્ટોપસી (૧૯૮૩ – રોજર મૂર)
અ વ્યૂ ટૂ અ કિલ (૧૯૮૫ – રોજર મૂર)
ઓમેગાઃ
ઓમેગાની સ્થાપના થયેલી છેક ૧૮૪૮માં. ૧૯૧૭માં બ્રિટિશ ફ્લાઈંગ કોર્પ્સ માટે અને ૧૯૧૮માં અમેરિકન આર્મીએ માટે એને સત્તાવાર ટાઈમપીસ તરીકે પસંદ કરવામાં આવી હતી.
ઓમેગા ઘડિયાળ જેમ્સ બોન્ડની આ ફિલ્મોમાં જોવા મળી.
ગોલ્ડનઆય (૧૯૯૫ – પીયર્સ બ્રોસ્નન)
ટુમોરો નેવર ડાઈઝ (૧૯૯૭ – પિયર્સ બ્રોસ્નન)
ધ વર્લ્ડ ઈઝ નોટ ઈનફ (૧૯૯૯ – પિયર્સ બ્રોસ્નન)
ડાય અનધર ડે (૨૦૦૨ – પીયર્સ બ્રોસ્નન)
કસિનો રોયાલ (૨૦૦૬ – ડેનિયલ ક્રેગ)
ક્વાન્ટમ ઓફ સોલાસ (૨૦૦૮ – ડેનિયલ ક્રેગ).



















