ભારતમાં પ્રવેશ કરવાની છે યુકેની ડૂન બ્રાન્ડ

લંડનસ્થિત લક્ઝરી ફુટવેર અને એક્સેસરીઝ બ્રાન્ડ ડૂને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ભાગીદારીમાં ભારતમાં બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું છે.

ડૂન ગ્રુપ મોટે ભાગે આ વર્ષના અંત ભાગ કે આવતા વર્ષના પ્રારંભમાં ભારતમાં તેનો પહેલો સ્ટોર શરૂ કરશે.

ડૂન ઈન્ટરનેશનલના ચીફ એક્ઝિક્યૂટિવ મોહમ્મદઈ કબાલ યાકુબઅલીનું કહેવું છે કે અમારા બિઝનેસના વિકાસ માટે ભારતને મહત્વની ટેરીટરી ગણી છે.

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એકમ, રિલાયન્સ બ્રાન્ડ્સ જોઈન્ટ વેન્ચર્સ દ્વારા કે લાંબા ગાળા માટેના લાઈસન્સ સોદાઓ દ્વારા ભારતમાં ઝેગ્ના, પૌલ એન્ડ શાર્ક, ડીઝલ, ક્વિકસિલ્વર, સ્ટીવ મેડેન જેવી બ્રાન્ડ્સ માટેના સ્ટોર્સનું સંચાલન કરે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Fashion