ફેશન ડિઝાઈનર અને રોલિંગ સ્ટોન્સનાં મિક જેગરની ગર્લફ્રેન્ડ લોરીન સ્કોટે પોતાની માલિકીની બ્રાન્ડનું નવું સેન્ટ બહાર પાડ્યું છે. જેની કિંમત શરૂઆતમાં ૧૯૫ ડોલર હતી.
લોરીન સ્કોટ સેન્ટ ન્યૂ યોર્ક સિટીના બાર્નીઝ સ્ટોરમાં ઉપલબ્ધ છે.
આ પરફ્યૂમના ઉત્પાદન માટે સ્કોટે જાણીતી પરફ્યૂમ બ્રાન્ડ હર્મીસ, માર્ક જેકબ્સ મેન, યુવીઝ સેન્ટ લોરેન્ટ બેબી ડોલના ઉત્પાદક રાલ્ફ સ્વેગર સાથે સહયોગ કર્યો છે.
સ્કોટે કહ્યું કે હું મારાં ટીનેજ વર્ષોમાં હતી ત્યારથી પરફ્યૂમ્સ પાછળ દીવાની છું. મને ગમતાં જરૂરી ઓઈલ મિક્સ કરતી હતી. પરફ્યૂમ્સનાં બિઝનેસમાં પડતાં પહેલાં મેં ઘણું હોમવર્ક કર્યું છે. રાલ્ફને પણ એ જાણીને આશ્ચર્ય થયું છે.
સ્કોટનું સેન્ટ સફેદ રંગના કાર્ડબોર્ડ બોક્સની અંદર મૂકેલી ડાર્ક લાલ રંગની બોટલમાં હોય છે.



















