ઓવરસાઈઝ છે હોટેસ્ટ ટ્રેન્ડ

શિયાળાની ઋતુના ઠંડા વાતાવરણમાં વસ્ત્રોમાં પણ સેક્સી લૂક કેવી રીતે હાંસલ કરવો એ વિશે પેરિસસ્થિત ઈન્ટરનેશનલ ફેશન મહિલા કન્સલ્ટન્ટ મ્યુરીલ પેઝરે અમુક ટિપ્સ આપી છે.

પેઝર કહે છે કે આ વખતની મોસમમાં મારા મતે હોટેસ્ટ ટ્રેન્ડ છે, ઓવરસાઈઝ લૂક. એ માટે તમે XXL વિન્ટેજ ઓવરકોટ, લૂઝ જેકર્ડ સ્વેટર, ડાર્ક કે કાળા રંગનું સ્લિમ સિગારેટ કટ પેન્ટ, પોઈન્ટી-ટોડ શૂઝમાં પરિધાન થઈ શકો છો.

એક્સેસરીઝમાં, કેપ-સ્ટાઈલ હેટનો પણ ઉમેરો કરી શકાય. જ્યારે જ્વેલરી પહેરવી હોય તો કફ્સ, બ્રેસલેટ્સ, મલ્ટી-સ્ટ્રેન્ડ નેકલેસ, ચિક સ્પોર્ટી વૉચ અને ગોલ્ડ રિંગ સરસ લાગે.

પેઝર એમ પણ કહે છે કે, ઉષ્ણતામાનનો પારો નીચો જાય તે છતાં પણ તમે સુંદર અને આકર્ષક બની શકો છો. એ માટે સેન્ડલ સ્ટાઈલના સોક્સ પણ ક્લાસિક લૂક આપે. ડાર્ક રેડીશ બ્રાઉન લિપસ્ટિક ટ્રાય કરવી. કોલરમાં જ્વેલ્સ ટાંગી શકાય.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Fashion