ફેશન જગતમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ થાય એવા સમાચાર ભાગ્યે જ વાંચવા મળે. આવી એક સિદ્ધિ હાંસલ કરી છે ફિલિપિન્સને. ત્યાં ૨૦૦૦થી વધારે મોડેલોએ એક શોપિંગ મોલમાં કેટવોક કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે.
૨,૨૫૫ મોડેલ્સમાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પણ હતા અને એમાંના ઘણા પ્રોફેશનલ હતા તો કેટલાક નવોદિત હતા. એક જ કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં મોડેલ્સે સાથે મળીને કેટવોક કર્યું હોય એવો ફેશન જગતમાં આ પહેલો જ પ્રસંગ હતો.
આ માટેનું સ્થળ હતું એયાલા મોલ. જેને તે ઈવેન્ટ માટે ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. એક ફેશન શૉ દરમિયાન આ ઈવેન્ટ રાખવામાં આવી હતી.
ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સના એજ્યૂડિકેટરે બાદમાં સમર્થન આપ્યું હતું કે આ ઈવેન્ટે આગલો રેકોર્ડ તોડ્યો છે. ગયા મે મહિનામાં ઈસ્તંબુલમાં ૧,૯૫૭ મોડેલ્સે એક સાથે કેટવોક કર્યું હતું.



















