એથ્લિટ્સ માટે અતિ ઉપયોગી – નાઈકી+ જીપીએસ સ્પોર્ટ્સવોચ

નાઈકીએ જીપીએસ સ્પોર્ટવોચ લાઈનની નવી આવૃત્તિ બહાર પાડી છે. સફેદ અને સિલ્વર રંગમાં ઉપલબ્ધ આ નવી ઘડિયાળની વિશેષતા એ છે કે તે કદમાં પાતળી છે.

આ આવૃત્તિની ડિઝાઈન ખાસ કરીને ઓલિમ્પિક ગેમ્સ અને એથ્લિટ્સ ઉપયોગ કરી શકે એ રીતે બનાવવામાં આવી છે. તાજેતરમાં લંડન ઓલિમ્પિક્સ વખતે યુએસ સ્પ્રિન્ટર એલીસન ફેલીક્સ તથા બ્રિટનની લોન્ગ ડિસ્ટન્સ રનર મો ફરાહે તે પહેરી હતી.

આ ઘડિયાળ પહેરનાર ટ્રેકની પોઝિશન જાણી શકે એટલું જ નહીં, સ્પીડ, કેટલું અંતર પૂરું કર્યું, કેલરી કેલરી બર્ન થઈ એ પણ જાણી શકે. તદુપરાંત એથ્લિટ્સના વર્કઆઉટનો રેકોર્ડ અને એમના અંગત શ્રેષ્ઠ દેખાવની વિગતો પણ જાણી શકે.

ઘડિયાળમાં રન રીમાઈન્ડર્સ અને પ્રેરણાત્મક સંદેશાઓ પણ છે જે દોડવીરોને પ્રોત્સાહિત કરી શકે.

નાઈકી+ સ્પોર્ટ્સવોચ, તેની સાથે શૂ સેન્સર ૧૪૯ પાઉન્ડમાં ઉપલબ્ધ છે.

જીપીએસ વોચ હાર્ટ રેટ ડેટાને પણ શોધી શકે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Fashion