સાઉથ આફ્રિકામાં શરૂ થયો ટોપશોપ એન્ડ ટોપમેનનો સ્ટોર

ટોપશોપના માલિક સર ફિલીપ ગ્રીન (વચ્ચે) એમના પત્ની ટીના (ડાબે) અને પુત્રી કોલી સાથે.

જાણીતી ફેશન રીટેલર ટોપશોપ એન્ડ ટોપમેને સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગમાં તેનો સૌપ્રથમ સ્ટોર શરૂ કર્યો છે.

આ સ્ટોરના ઉદ્દઘાટન પ્રસંગે ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાઉથ આફ્રિકાના આર્થિક પાટનગર કહેવાતા જોહનિસબર્ગમાં સેન્ડોન સિટી ઉપનગરમાં પ્રોટી કોર્ટમાં આ સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે જ્યાં ટોપશોપ એન્ડ ટોપમેન બ્રાન્ડ્સની લેટેસ્ટ સ્ટાઈલનાં વસ્ત્રો ઉપલબ્ધ છે.

કંપનીએ ગયા જુલાઈમાં સાઉથ આફ્રિકાના કેપ ટાઉન શહેરમાં એક પોપ-અપ સ્ટોર શરૂ કર્યો હતો. ફેશનનાં શોખીનો તરફથી એને મળેલા પ્રતિસાદથી પ્રેરિત થઈને ટોપશોપ એન્ડ ટોપમેને જોહનિસબર્ગમાં પોતાનો સ્ટોર શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

સાઉથ આફ્રિકા આ બ્રિટિશ ફેશન બ્રાન્ડની ૩૭મી કન્ટ્રી-માર્કેટ છે. દુનિયાભરમાં તેના ૭૦૦થી વધારે સ્ટોર છે.

ટોપશોપ અને ટોપમેન એટલે ઉચ્ચ દરજ્જાની ફેશન અને હાઈ-સ્ટ્રીટ ફેશન વચ્ચેનો એક સહયોગ છે. ટોપશોપમાં વિખ્યાત ડિઝાઈનર્સનાં વસ્ત્રો ઉપલબ્ધ છે જ્યારે ટોપમેનનાં ૭૦ શહેરોમાં સ્ટોર છે.

આર્કેડિયા ગ્રુપ આવતા વર્ષે જોહનિસબર્ગમાં બીજો સ્ટોર શરૂ કરવા ધારે છે જ્યારે કેપ ટાઉનમાં પણ એક સ્ટોર શરૂ કરવાનું તેના વિચારણા હેઠળ છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Fashion