સેન્ટ લોરેન્ટના નામમાં ફેરફાર કરાશે, લોગો યથાવત્

પેરિસ – ફ્રાન્સનું વિખ્યાત ફેશન હાઉસ વેઝ સેન્ટ લોન્ટ તેના નામમાંથી વેઝ શબ્દને દૂર કરશે એવી અટકળો છે ત્યારે એક અહેવાલ મુજબ, આ ફેશન ડિઝાઈનર તેનું નામ બદલીને રાખવાનું છે, સેન્ટ લુરેન્ટ પેરિસ.

સદ્દગત સર્જક વેઝ સેન્ટ લોરેન્ટ અને તેમના ભાગીદાર પીયેર બર્જે ૧૯૬૨માં આ ફેશન હાઉસની સ્થાપના કરી હતી. કહેવાય છે કે નવા ક્રિએટિવ ડિરેક્ટર હેડી સ્લિમેને આ ફેશન હાઉસની કાયાપલટ કરવાની યોજના નક્કી કરી છે અને તેના ભાગરૂપે લેબલને રીબ્રાન્ડ કરવામાં આવશે. તેમ છતાં YSL લોગો, જે ફ્રેન્ચ લક્ઝરીનો એક પ્રતિક બન્યો છે, તે યથાવત્ રખાશે.

નવું બ્રાન્ડિંગ આગામી મહિનાઓથી શરૂ કરાશે. સ્લિમેને આ ગ્રુપ માટે તૈયાર કરેલી પહેલી ડિઝાઈન્સ ‘સ્પ્રિન્ગ 2013′ના વેચાણ પર મૂકાનારા કલેક્શનમાં જોવા મળશે.

સ્લિમેનને સેન્ટ લોરેન્ટની બ્રાન્ડ ઈમેજ તથા તેના તમામ કલેક્શન્સ માટેની સંપૂર્ણ ક્રિએટિવ જવાબદારી સોંપવામાં આવી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Fashion