ભારતમાં વધી રહ્યા છે ચોકલેટપ્રેમીઓ

ભારતમાં ચોકલેટની માર્કેટ જોરદાર ગતિએ આગળ વધી રહી છે. ભારતમાં ચોકલેટનાં પ્રેમીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં અહીં ચોકલેટનું વેચાણ ડબલ થઈ ગયું છે જેને લીધે ભારત દેશ વિશ્વમાં ચોકલેટ માટે ઝડપથી વૃદ્ધિ પામતી માર્કેટ બન્યો છે.

૨૦૦૮માં ભારતમાં ચોકલેટનું વેચાણ અંદાજે ૪૧ કરોડ ૮૦ લાખ ડોલરનું હતું જે ૨૦૧૧માં વધીને ૮૫ કરોડ ૭૦ લાખ ડોલર થયું હતું.

દિવાળીના તહેવારના પાંચ દિવસ દરમિયાન ભવ્ય પાર્ટીઓ કે ભોજન સમારંભોમાં મિઠાઈ અને ડિઝર્ટમાં ચોકલેટનો વપરાશ વધ્યો છે. વળી, ચોકલેટ સીઝનલ ગિફ્ટ તરીકે પણ વધુ ને વધુ પોપ્યૂલર થઈ રહી છે.

ભારતના ગ્રાહકો બોક્સમાં પેક કરેલી ચોકલેટને લક્ઝરિયસ અને સ્વાસ્થ્યપ્રદ માને છે.

એક સર્વેક્ષણ અનુસાર, ભારતમાં ચોકલેટનો માથાદીઠ વપરાશ ૨૦૧૧માં ૭૦ ગ્રામ હતો જે જર્મનીમાં સરેરાશ ૮ કિ.ગ્રા. છે. બ્રિટન અને ફ્રાન્સમાં આ આંકડો ૬ કિ.ગ્રા. છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Food