બાળકોમાં સ્થૂળતા માટે સોડા મુખ્ય દોષી નથી

ન્યૂ યોર્ક – બાળકો નાની ઉંમરમાં સ્થૂળતાનો શિકાર બને છે તે માટે સોડા તથા અન્ય ગળ્યા પીણાંઓના વપરાશ વચ્ચે મોટો નહીં, પણ થોડોક જ સંબંધ છે એવું એક નવા અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે.

સુપરસાઈઝ્ડ સોડાના વપરાશ પર પ્રતિબંધ મૂકાય તે માટેના એક વિવાદાસ્પદ પ્રસ્તાવ પર ન્યૂ યોર્કવાસીઓમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે ત્યારે કેનેડામાં હાથ ધરવામાં આવેલા એક નવા અભ્યાસનું તારણ છે કે ગળ્યા પીણાંઓ અને બાળકોમાં સ્થૂળતાની સમસ્યા વચ્ચે થોડોક જ સંબંધ છે.

કેનેડાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે ખાંડયુક્ત ગળ્યા પીણાંઓના વપરાશ કરતા ઘરેલુ આવક, વંશીયતા અને ઘરેલુ ખાદ્ય સુરક્ષા બાળકોમાં સ્થૂળતાની સમયા માટે વધારે દોષી છે.

જો કે અભ્યાસનું એમ પણ કહેવું છે કે ૬-૧૧ વર્ષની વયના બાળકોમાં સ્થૂળતાનું જોખમ વધારવામાં ગળ્યા પીણાંઓનો વપરાશ ચોક્કસપણે મોટો ભાગ ભજવે છે.

નવો અભ્યાસ સોડાના વપરાશ અંગે હાલ ચાલતા વિવાદમાં ન્યૂ યોર્કવાસીઓમાં બે ભાગ પાડી દેશે.

વધુ ને વધુ લોકોને સ્થૂળતાની સમસ્ય સતાવતી હોઈ તેનો સામનો કરવા ન્યૂ યોર્કના મેયર માઈકલ બ્લૂમબર્ગ તથા એમના સમર્થકોએ સોડા વિરુદ્ધ ઝુંબેશ આદરી છે, પણ તેમનો વિરોધ પણ થયો છે.

ફ્રૂટ પન્ચ અને લેમોનેડ જેવા ગળ્યા પીણાંઓના વપરાશ તથા કેનેડિયન કમ્યુનિટી હેલ્થ દ્વારા સમાજના જુદા જુદા વર્ગોના બે વર્ષની વયથી લઈને ૧૮ વર્ષની વયની વચ્ચેના બાળકોના કરાયેલા સર્વેક્ષણ વચ્ચે સંબંધ હોવાનું જણાયું છે.

સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શનના જણાવ્યા મુજબ, અમેરિકામાં ૧૯૫૦ના દાયકાની સરખામણીમાં હાલમાં રેસ્ટોરાંઓ તથા ફાસ્ટ ફૂડ સેન્ટરોમાં લેવાતા ભોજનમાં સરેરાશ ચાર ગણો વધારો થયો છે અને તેમાં સોડાના વપરાશનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે. ૬૦ વર્ષ પહેલા લોકોમાં સોડાનો વપરાશ ૭ ઔંસ જેટલું મધ્યમ હતું જે હાલ ૬ ગણું વધારે, એટલે કે ૪૨ ઔંસ હોય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Food