ફ્રાન્સના ફૂડ-શોખીનો આનંદમાં

ફ્રાન્સના રેસ્ટોરાં-ફૂડ શોખીનો અને માલિકો ખુશ-ખુશ થઈ ગયા છે, કારણ કે ત્યાંની સરકારે ઘરની બહારના આહાર પરનો ટેક્સ લગભગ ડબલ કરવાનું માંડી વાળ્યું છે.

અગાઉની યોજના મુજબ, સરકાર દેશની કેફે, રેસ્ટોરાં અને બિસ્ત્રોસમાં પીરસવામાં આવતા ફૂડ પર ૧૦ ટકા વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) નાખવાની હતી જે હાલ સાત ટકા છે.

તદુપરાંત રેસ્ટોરન્ટ ફૂડ પર સ્ટાન્ડર્ડ રેટ લાગુ કરવાની પણ એક હિલચાલ હતી જે રેટ ૨૦ ટકા જેટલો ઊંચો જઈ શકે એમ છે. પરંતુ હોટેલ ઉદ્યોગના પ્રતિનિધિઓની નારાજગી અને જોરદાર રજૂઆત બાદ ફ્રાન્સની સરકારે ટેક્સ લાગુ કરવાનું માંડી વાળ્યું છે.

હોટેલ ઉદ્યોગના પ્રતિનિધિઓએ એવી રજૂઆત કરી હતી કે વેટના દરમાં વધારો કરવાથી આ ઉદ્યોગમાં નોકરીઓનો નાશ થઈ જશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Food