ફ્રાન્સમાં રેસ્ટોરાં છે, ફૂડ એલર્જીના પીડિતોની રાહત માટે

પેરિસ – ફ્રાન્સની એક રેસ્ટોરાંએ ફૂડ એલર્જીથી પીડાતા લોકોને ખાસ ધ્યાનમાં રાખીને તેની વાનગીઓનું મેનૂ તૈયાર કર્યું છે. તે પ્રત્યેક વાનગીમાં વપરાયેલા પદાર્થોની વિગત મેનૂમાં દર્શાવે છે. એટલું જ નહીં, લોકોને મોટે ભાગે જેનાથી એલર્જી થતી હોય છે તેવા પદાર્થો કીચનમાં રાખવા પર તેણે મનાઈ ફરમાવી દીધી છે.

લિયોન શહેરમાં ‘મોન હિસ્ટોરી ડાન્સ લ’અસીએટ’ નામની આ રેસ્ટોરાં હાલમાં જ શરૂ કરવામાં આવી છે. આ હોટેલના નામનો અર્થ અંગ્રેજીમાં થાય છે ‘માય સ્ટોરી ઓન અ પ્લેટ’. રેસ્ટોરાં એવા ઓર્ગેનિક અને સીઝનલ ઉત્પાદનો જ વાપરે છે જે સામાન્ય રીતે અણગમો હોય એવા પદાર્થોથી રહિત હોય છે જેમ કે, ગ્લુટેન (લોટમાંની ચીકાશ), ઈંડા, લેક્ટોઝ, રાઈ, શેલ્ફીશ, સોયાબીન, સૅલરી-કોથમીર જેવી ભાજી, મગફળી, અખરોટ, બદામ, તલ, લુપિન વગેરે.

આ કન્સેપ્ટ રેસ્ટોરાંની મેનેજમેન્ટ તેના માનવંતા ગ્રાહકોને એમની ફૂડ એલર્જી વિશે સીધું જ પૂછી લે છે તેમજ તેમને અપીલ પણ કરે છે કે તેમને જે પદાર્થો વિશે અણગમો હોય એ વિશે તેઓ અગાઉથી જણાવી દે જેથી તેમને માટે એમની મનપસંદ વાનગી રાંધી શકાય.

ફૂડ એલર્જીઝથી પીડાતા લોકોને જુદી જુદી ટિપ્સ દ્વારા મદદરૂપ થાય એવી એક વેબસાઈટ છે WebMD.com.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Food