અમેરિકાની રેસ્ટોરાંએ નવું નામ રાખ્યું, ‘ગંગનમ સ્ટાઈલ’

સાઉથ કોરિયાના ‘ગંગનમ સ્ટાઈલ’ વિડિયો ડાન્સ સોંગે દુનિયા આખીને ઘેલું લગાડ્યું છે ત્યારે અમેરિકાના એક રેસ્ટોરાંમાલિક કદાચ બધાં કરતાં વધારે પ્રભાવિત થયા છે. એમણે કોરિયન ફૂડ પિરસતી પોતાની રેસ્ટોરાંનું બદલી નાખ્યું છે અને ‘ગંગનમ સ્ટાઈલ’ રાખ્યું છે. એમને આશા છે કે એમની રેસ્ટારાંનું નામ ‘સોજુ ટાઉન’થી બદલીને ‘ગંગનમ સ્ટાઈલ’ કર્યા બાદ એમને ત્યાં ગ્રાહકોની સંખ્યા વધી જશે.

સોજૂ કોરિયાના એક શહેરનું નામ છે.

લોસ એન્જેલીસમાંની કોરિયન રેસ્ટોરાંએ પીએસવાઈ નામથી મશહૂર થયેલા કોરિયન પોપસિંગર પ્રત્યે ખુશી વ્યક્ત કરવા માટે પોતાનું નામ બદલ્યું છે.

પીએસવાઈ વિડિયોએ નવો ઈતિહાસ સર્જ્યો છે. એ હવે યૂટ્યૂબ પર સૌથી વધારે લોકોએ જોયેલી અને પસંદ કરાયેલી વિડિયો બની છે. માત્ર ચાર મહિનામાં જ ૮૧ કરોડ ૧૪ લાખ લોકોએ તે જોઈ છે અને તેના દીવાના બની ગયા છે.

પોપ સ્ટાર પીએસવાઈએ કહ્યું છે કે રેસ્ટોરાંએ ગંગનમ સ્ટાઈલ રાખ્યું હોવા છતાં એ તેની સામે કોપીરાઈટના ઉલ્લંઘન માટે કોઈ કાનૂની પગલું નહીં લે, કારણ કે કોઈ નકલ કરવી એ ખુશામતનો પ્રામાણિક પ્રકાર છે.

આ જબરદસ્ત કોરિયન પોપ સોંગનો ઉપયોગ કરીને પોતાનો બિઝનેસ વધારવાનો પ્રયાસ કરનાર લોસ એન્જેલીસની રેસ્ટોરાં કંઈ પહેલી નથી. ન્યૂ યોર્કમાં પણ એક કોરિયન ફૂડ કાર્ટ પણ ‘ગંગનમ સ્ટાઈલ’ અપનાવીને ગ્રાહકોને તેની વાનગીઓ પીરસે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Food