તમે જે પીણું પીઓ એ તમને અધિક શક્તિ આપે એવું જો તમે ઈચ્છતા હો તો ગ્રીન ટી લો અને એમાં હિબીસ્કસ (જાસુદના ફૂલ) ઉમેરો.
પોર્ટુગલમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણી શકાયું છે કે આ બંનેના સમાવેશવાળા ડ્રિન્કમાં એન્ટીઓક્સિડેન્ટ્સ ખૂબ માત્રામાં હોય છે.
ચા આધારિત પીણાંઓ અને ફળોના જ્યૂસમાં રહેલા ફીનોલીક તત્વનું અવલોકન કર્યા બાદ પોર્ટુગલના વૈજ્ઞાનિકોને માલૂમ પડ્યું છે કે ગ્રીન ટી, હિબીસ્કસ અને અનાનસના મિશ્રણવાળી ચામાં એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે.
સંશોધકોએ તેમના અભ્યાસમાં કોઈ બ્રાન્ડનું નામ દર્શાવ્યું નથી.
ગ્રીન ટી કેન્સર સામે બચાવ કરે છે, કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું કરતી હોવાથી હૃદયરોગ સામે રક્ષણ આપે છે અને રક્તને અંદરથી સાફ કરી ત્વચા માટે હિતકારી છે. તો હિબીસ્કસ (જાસુદ) વાળ માટે હિતકર, કફ અને વાયુનો નાશ કરનાર, પ્રમેહ અને હરસને મટાડનાર છે.



















