જંતુનાશકોથી દૂષિત ખાદ્યચીજો

શરીરની તંદુરસ્તીનો ઘણો આધાર જંતુનાશકોરહિત ખાદ્યચીજો ખાવા પર રહે છે. જો તમે ઈચ્છતા હો કે ઓછામાં ઓછા જંતુનાશકો તમારા પેટમાં જાય તો તમારે ઓર્ગેનિક સફરજન, કોથમીર જેવી ભાજી અને મરી ખાવા જોઈએ. સૌથી વધારે પ્રમાણમાં જંતુનાશક તત્વો ધરાવતી ચીજવસ્તુઓમાં અમેરિકાના એક પર્યાવરણવાદી જૂથે ઉક્ત ચીજો માટે ખાસ ચેતવણી આપી છે.

એન્વાયર્મેન્ટલ વર્કિંગ ગ્રુપે એવી ૧૨ ખાદ્યચીજોની ‘ડર્ટી ડઝન’ યાદી તૈયાર કરી છે જેમાં આ વર્ષે પણ સફરજને પહેલો નંબર જાળવી રાખ્યો છે. અમેરિકામાં સૌથી વધારે જંતુનાશકો જો ફળો અને શાકભાજીમાં હોય તો આ ૧૨ ચીજ છે એવું આ જૂથે એક અભ્યાસ દ્વારા જાણ્યું છે.

ગયા વર્ષે સફરજને કોથમીર જેવી ભાજીને નીચે ધકેલી દઈને પહેલું સ્થાન હાંસલ કર્યું હતું.

અમેરિકાના કૃષિ મંત્રાલય અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સ્થાનિક સ્તરે ઉત્પાદિત કે આયાતી, બંનેને ગણતરીમાં લઈને તપાસ્યું છે કે સુંવાળી છાલવાળું પીચ ફળ, બ્લૂબેરીઝ, કાળી સૂકી દ્રાક્ષ, તરબૂચ કે ચીભડું સહિતની ચીજોમાં અત્યંત ઝેરી જંતુનાશકો હોય છે જે માનવીના જ્ઞાનતંતુઓના ચક્ર માટે જોખમી છે.

યુરોપીયન ફૂડ સેફ્ટી ઓથોરિટીએ પણ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જે મુજબ યુરોપ આખામાં જંતુનાશકોની સૌથી વધારે અસર પામેલી ખાદ્યચીજોમાં દ્રાક્ષ, રીંગણાં, વટાણા અને ઘઉં મુખ્યત્વે છે.

અહીં ડર્ટી ડઝન યાદીમાં ટોચ પર રહેતા ફળો અને શાકભાજીના નામ આપેલા છે જે જંતુનાશકોથી સૌથી વધારે દૂષિત થયેલા હોવાનું માલૂમ પડ્યું છે અને તમે કદાચ તમારી સુપરમાર્કેટના ઓર્ગેનિક વિભાગમાંથી આવી ચીજો ખરીદવાનું પસંદ કરશો.

(૧) સફરજન

(૨) કોથમીર જેવી ભાજી

(૩) કેપ્સીકમ અથવા સીમલા મરચાં

(૪) પીચ

(૫) સ્ટ્રોબેરી

(૬) નેક્ટેરીન (પીચ જેવું જ ફળ, આયાત કરેલા)

(૭) દ્રાક્ષ

(૮) પાલખની ભાજી

(૯) કચુંબર માટેની ભાજી લેટસ

(૧૦) કાકડી

(૧૧) બ્લુબેરીઝ ફળ (સ્થાનિક)

(૧૨) બટેટા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Food