સલાડ પર ચરબીયુક્ત મિશ્રણની સજાવટ

એક નવા અભ્યાસનું એવું તારણ છે કે તમે તેલ / સરકો મિશ્રીત અથવા ચરબીયુક્ત મિશ્રણની સજાવટ રહિત સલાડ ખાવ તો એનાથી પૂરતા વિટામિન્સ પ્રાપ્ત થશે નહીં અને તંદુરસ્તીનો કોઈ હેતુ સરશે નહીં.

ઓછી કેલરીવાળી ચીજો ખાવાની તકેદારી રાખતા લોકો માટે તેલયુક્ત મિશ્રણની સજાવટ ઠીક કહેવાશે.

અમેરિકાના ઈન્ડિયાના રાજ્યની પર્ડ્યૂ યુનિવર્સિટીના સંશોધકોનું માનવું છે કે સલાડ પર ઓછી ચરબીયુક્ત મિશ્રણની સજાવટ હશે તો સલાડમાંથી વિટામિન્સ અને પોષકતત્વોનો લાભ મર્યાદિત પ્રમાણમાં મળશે. ખાસ કરીને કેરોટીનોઈડ્સનો લાભ ઓછો મળશે. કેરોટીનોઈડ્સના પાન કેન્સર, હૃદયરોગ જેવી બીમારીઓનું જોખમ ઘટાડે છે અને શરીરમાં એન્ટીઓક્ઝિડન્ટ્સ તરીકે કામગીરી બજાવે છે.

અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ ૨૯ જણને તૈયાર કર્યા હતા. એ તમામને ત્રણ પ્રકારના ડ્રેસિંગવાળું સલાડ ખવડાવ્યું હતું. જેમ કે, બટર-બેઝ્ડ ડ્રેસિંગ જેમાં ચરબી ભરપૂર હોય, કનોલા ઓઈલવાળું ડ્રેસિંગ અને નજીવી ચરબીવાળા કોર્ન ઓઈલવાળું સલાડ ડ્રેસિંગ.

વૈજ્ઞાનિકોને તેના પરથી જાણવા મળ્યું કે કેરોટીનોઈડ્સના શોષણનું પ્રમાણ ડ્રેસિંગમાં ચરબીના પ્રમાણને આધારિત હતું. સલાડ પર જેટલી વધારે ચરબી હતી એટલું વધારે પ્રમાણમાં કેરોટીનોઈડ્સ એબ્સોર્બ થયું.

તેથી જો તમે ઈચ્છતા હો કે તમારા શાકભાજીમાંથી વિટામીન્સ સૌથી વધારે પ્રમાણમાં મળે તો સલાડ પર કનોલા અને ઓલીવ-ઓઈલ બેઝ્ડ ડ્રેસિંગ અપનાવો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Food