અમેરિકામાં ભારે લોકપ્રિયતા હાંસલ કરનાર બર્ગર બ્રાન્ડ શૅક શૅક આવતા વર્ષે લંડનમાં તેની રેસ્ટોરાં શરૂ કરવાની છે.
ન્યૂ યોર્કના મેડિસન સ્ક્વેર પાર્કમાં તો શૅક શૅકના બર્ગર ખાવા માટે લોકોની એક માઈલ જેટલી લાંબી લાઈન લાગે છે. હવે આવતા વર્ષથી લંડનમાં પણ કદાચ એવા દ્રશ્યો જોવા મળશે.
ડેની મેયર્સ યુનિયન સ્ક્વેર હોસ્પિટેલિટી ગ્રુપ અમેરિકામાં વગદાર રેસ્ટોરાંમાલિક ગણાય છે.
લંડનમાં એ આવતા વર્ષના મધ્ય ભાગમાં રોયલ ઓપેરા હાઉસ નજીક માર્કેટ બિલ્ડિંગમાં જેમી ઓલિવર્સ યુનિયન જેક્સ રેસ્ટોરાંની બાજુમાં પોતાની રેસ્ટોરાં શરૂ કરશે.
શૅક શૅક ફેમસ રોડ-સાઈડ બર્ગર સ્ટેન્ડ છે. યુરોપમાં મેયર્સની એ પહેલી જ રેસ્ટોરાં હશે. અમેરિકા ઉપરાંત દુબઈ તથા કુવૈત સિટીમાં પણ બર્ગર ચેન, શૅક શૅકની હાજરી છે.
બર્ગર વેજ અને નોન-વેજ, એમ બંને આઈટમ છે. ટમેટાં, કાંદા, અમેરિકન ચીઝ તથા અન્ય ખાદ્યસામગ્રી સાથે બનાવાતું બર્ગર, અને તેમાંય શૅક શૅક બર્ગર અમેરિકાના ફૂડ શોખીનોમાં પ્રિય છે.



















