તાઈવાને ઉગાડ્યા છે નવા ચોખા, ખાસ ઘરડા લોકો માટે

તાઈવાનના કૃષિ સંશોધકોએ એવી જાતના ચોખા ઉગાડ્યા છે જેને રાંધ્યા બાદ ભાત ઘણા સોફ્ટ બને છે જેથી વૃદ્ધ લોકોને ખાવામાં તથા પચાવવામાં સહેલા પડે છે.

મધ્ય તાઈવાનની માયોલી ડિસ્ટ્રીક્ટ એગ્રિકલ્ચરલ રિસર્ચ એન્ડ એક્સ્ટેન્શન સ્ટેશન સંસ્થાએ લગભગ એક દાયકા સુધી અભ્યાસ અને પ્રક્રિયા હાથ ધર્યા બાદ આ વિશિષ્ટ પ્રકારના ચોખા ઉગાડ્યા છે. આ ચોખા આવતા વર્ષથી માર્કેટમાં વેચાણમાં મૂકવામાં આવશે.

નવા પ્રકારના ચોખાના ભાત ચાવવામાં ઘણા જ સોફ્ટ અને સ્વાદમાં સહેજ મીઠા છે. વળી, આ ચોખા લાંબો સમય સુધી જળવાય છે.

તાઈવાનમાં વસ્તીગણતરીના નવા આંક અનુસાર, બે કરોડ ૩૦ લાખ જેટલા લોકોની કુલ વસ્તીમાં ૬૫ કે તેથી વધારે વર્ષની વયના લોકોની સંખ્યા ૧૦.૭ ટકા જેટલી થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અંદાજ મુજબ, વિશ્વસમુદાયમાં વૃદ્ધ લોકોની વસ્તી સરેરાશ ૭ ટકા જેટલી છે. તાઈવાનમાં આ આંક ત્રણ ટકાથીય વધારે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Food