વૉલબર્ગ બંધુઓ – માર્ક અને ડોનીએ તેમના બર્ગરના બિઝનેસનો મોટા પાયે ફેલાવો કરવાની જાહેરાત કરી છે. તેઓ મેસેચ્યુશેટ્સમાં બર્ગર જોઈન્ટ ખોલવાના છે અને આખા અમેરિકામાં વૉલબર્ગર્સની વધારે રેસ્ટોરાં શરૂ કરવાના છે.
હિંઘેમમાં પોતાની પહેલી રેસ્ટોરાં શરૂ કર્યાને હજી તો માંડ એક વર્ષ થયું છે ત્યારે વૉલબર્ગ બંધુઓ અને તેમના જોડિયા રસોયા પૌલ ભાઈઓએ આખા અમેરિકામાં વૉલબર્ગર્સની આઉટલેટ્સ શરૂ કરવાની યોજનાની જાહેરાત કરી છે. એનો આરંભ તેઓ બોસ્ટનમાંથી કરશે.
વૉલબર્ગ પરિવારની એક ફાઈન ડાઈનિંગ વોટરફ્રન્ટ ઈટાલીયન રેસ્ટોરાં પણ છે – આલ્મા નોવે, જે નામ તેમની માતાનું છે.
વૉલબર્ગની રેસ્ટોરાંઓમાં વિવિદ સ્વાદમાં બર્ગર ઉપરાંત અલગ અલગ ટેસ્ટમાં સેન્ડવિચ પણ મળે છે.



















