બરતરફ કરવામાં આવેલા પોતાના ૧૦૧ સાથીઓને નોકરીમાં પાછા રાખવાની માગણી કરીને હડતાળ પર ઊતરેલા એર ઈન્ડિયાના ૧૧ પાઈલટો રવિવાર, ૨૪ જૂનથી નવી દિલ્હીમાં બેમુદત ભૂખહડતાળ પર બેસી ગયા છે. આ પાઈલટો ઈન્ડિયન પાઈલટ્સ ગિલ્ડના સભ્યો છે.