હિમાચલ પ્રદેશમાં બસ દુર્ઘટનાઃ ૫૧નાં મરણ

Picture 1 of 3

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના એક પહાડી વિસ્તારમાં એક ખાનગી પેસેન્જર બસ શનિવાર, ૧૧ ઓગસ્ટે ખીણમાં પડતાં ૫૧ જણનાં મરણ નિપજ્યાં ચે અને બીજાં અનેક ઈજા પામ્યા છે. બસના કાટમાળ પાસે લોકો એકત્ર થયા છે અને મૃતદેહો તથા ઘાયલ મુસાફરોને ખસેડી રહ્યા છે. બસ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી અને રસ્તા પરથી સરકીને ખીણમાં જઈ પડી હતી. ૩૨ જણના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે બાકીનાઓએ હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં કે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. આ તમામ મણિમહેશની યાત્રા પર જતા હતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery