ગુજરાતમાં દુર્ગા વાહિની શૌર્ય પ્રશિક્ષણ

Picture 1 of 8

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા તેના 'દુર્ગા વાહિની' ગ્રુપની મહિલા સ્વયંસેવકો માટે ગુજરાતના અમદાવાદ જિલ્લાના સહજાનંદ ગુરુકુલ અસારવા ખાતે ખાતે શૌર્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાઈ ગયો. સ્ત્રીઓમાં રાષ્ટ્રપ્રેમ, હિંદુત્વ અને દેશભક્તિના ગુણોનો વિકાસ થાય તે હેતુથી ગુજરાતમાં અનેક કેન્દ્રો ખાતે આવા પ્રશિક્ષણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મંગળવાર, ૨૯ મેએ આ શિબિરનો અંતિમ દિવસ હતો. આ શિબિરમાં સ્ત્રીઓએ લાઠી, બંદૂક જેવા હથિયારોની તાલીમ લીધી ઉપરાંત અમુક આકરી કવાયતમાં ભાગ લીધો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery