અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ચીન, રશિયા સહિત વિશ્વના ૨૦ સૌથી સમૃદ્ધ દેશોના વડાઓનું જી-20 શિખર સંમેલન મેક્સિકોના લોસ કાબોસમાં યોજાઈ રહ્યું છે. તેમાં હાજરી આપવાનું ભારતના વડા પ્રધાન મનમોહન સિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સોમવાર, ૧૮ જૂને સંમેલનના સ્થળ કન્વેન્શન સેન્ટર ખાતે તમામ નેતાઓનો ફેમિલી ફોટોગ્રાફ પાડવામાં આવ્યો. આ સંમેલનમાં યુરોઝોનમાં આર્થિક મંદી, ગ્રીસમાં ચૂંટણીના પરિણામોની ગંભીર અસર તથા સિરીયામાં રક્તપાત જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. - યુએસ પ્રમુખ ઓબામા અને ચીનના પ્રમુખ હુ જિન્તાઓ વાતચીત કરે છે. બાજુમાં મેક્સિકોના પ્રમુખ ફેલીપ કેલ્ડેરોન છે.
View all




















‘યે જવાની હૈ દિવાની’નું પ્રમોશન
શ્રીસંત, વિન્દુ પોલીસનાં સકંજામાં
ચેન્નઈ સુપર કિંગ્સ ફાઈનલમાં