અમેરિકાનાં વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન સોમવાર, ૭ મેએ નવી દિલ્હીમાં કોંગ્રેસપ્રમુખ અને કેન્દ્ર સરકારનાં અધ્યક્ષા સોનિયા ગાંધી તથા વડા પ્રધાન મનમોહન સિંહને તેમના સત્તાવાર નિવાસસ્થાને જઈને મળ્યાં. ભારતની ત્રણ દિવસની યાત્રા માટે ગયા રવિવારે આવી પહોંચેલાં ક્લિન્ટન તે પહેલાં સોમવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને મળ્યાં હતાં. રાઈટર્સ બિલ્ડિંગ તરીકે ઓળખાતા રાજ્યના સચિવાલયમાં બેનરજીએ ક્લિન્ટનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ક્લિન્ટને ભારત સરકારને વિનંતી કરી છે કે તે ઈરાન પાસેથી ક્રુડ તેલની આયાતમાં હજી વધારે ઘટાડો કરી નાખે. અણુબોમ્બ બનાવવાની જિદ્દે ચડેલા ઈરાનને વિશ્વના શેષ દેશોથી અલગ પાડી દેવા માટે પણ અમેરિકાએ ભારતનો સાથ માગ્યો છે.
View all




















મુંબઈમાં શ્રીસંતનું લેપટોપ જપ્ત
પ્રીતિની નવી ફિલ્મ ‘ઈશ્ક ઈન પેરિસ’
અમેરિકામાં બે ટ્રેન અથડાઈ: ૬૦ ઘાયલ
કોલકાતામાં લક્ઝરી જહાજની સફર
IPL-6નું રંગારંગ સ્વાગત
ભારત-ચીન સાંસ્કૃતિક આદાન-પ્રદાન