હરભજનનો તરખાટ

Picture 1 of 5

કોલંબોમાં ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રવિવાર, ૨૩ સપ્ટેંબરે કોલંબોમાં રમાયેલી એ-ગ્રુપની છેલ્લી મેચમાં ભારતે ગઈ વેળાના ચેમ્પિયન્સ ઈંગ્લેન્ડને ૯૦ રનથી પછાડી દીધું. ભારતના વિજયમાં મુખ્ય યોગદાન રહ્યું, ઓફ્ફ સ્પિનર હરભજન સિંહ અને બેટ્સમેન રોહિત શર્માનું. હરભજને ચાર ઓવરમાં ૧૨ રન આપીને ચાર વિકેટ લીધી તો રોહિતે ૫૫ રન કર્યા હતા અને નોટઆઉટ રહ્યો. ભારતના ૧૭૦ રનના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર ૧૪.૩ ઓવરનો સામનો કરી શકી અને ૮૦ રનમાં તંબૂ ભેગી થઈ ગઈ. ટી-20માં ઈંગ્લેન્ડનો આ લોએસ્ટ સ્કોર થયો છે. આગલો ૮૮ રન હતો, વેસ્ટ ઈન્ડિઝ સામે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery