જગન્નાથ મંદિરમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત

Picture 1 of 5

અમદાવાદના જમાલપુર વિસ્તારસ્થિત જગન્નાથ મંદિરમાંથી ૨૧ જૂને પરંપરાગત રથયાત્રા નીકળશે. તે માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ રથયાત્રા ૧૩૫મી હશે અને ભગવાન જગન્નાથ, તેમના બહેન શુભદ્રા અને ભાઈ બલરામની મૂર્તિઓ સહિતના રથ નગરચર્યા પર નીકળે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હંમેશ મુજબ, આ ત્રણ રથ શહેરના જૂના વિસ્તારના સંવેદનશીલ મહોલ્લાઓમાંથી નીકળશે અને સાંજે મંદિરમાં પાછા ફરશે તે સાથે રથયાત્રા સંપન્ન થશે. - સશસ્ત્ર સુરક્ષા જવાનની બાજ નજર.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery