ગુજરાતમાં અંદાજે ૨૦૦૦ જેટલા બાળકો ગૂમ થઈ ગયા છે. તેમનાં દુઃખી પરિવારજનોની વ્યથા પર પ્રકાશ પાડવા માટે 'સેવ માય ચાઈલ્ડ' સંસ્થા દ્વારા શનિવાર, ૨૬ મેએ અમદાવાદમાં 'લાપતા બાળકો' નામક એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૂમ થયેલાંઓનાં પરિવારજનો અને સગાંઓ જોડાયા હતા.