ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના ઉપરવાસમાં મધ્ય પ્રદેશમાં સતત ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમ બુધવાર, ૮ ઓગસ્ટથી છલકાવા માંડ્યો છે. નર્મદા બંધની જળસપાટી સતત વધી રહી છે અને બંધની સપાટી ૧૨૭.૨૪ મીટરે પહોંચી ગઈ હતી અને બંધ સવા પાંચ મીટરની ઉંચાઈથી ઓવરફ્લો થઈને પાણીનો ધોધ વહે છે. આ સમાચારથી સમગ્ર ગુજરાતની જનતા તેમજ દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. આંખોને ઠંડક કરે એવી જુદા જુદા એંગલ પરથી લેવાયેલી એક-એકથી ચડિયાતી તસવીર. નર્મદા ડેમ છલકાતા મધ્ય ગુજરાતના ભરૂચ, વડોદરા અને રાજપીપળા જિલ્લામાં નર્મદા નદીના કાંઠાના ૧૦૦થી વધારે ગામોના લોકોને સાવધ કરી દેવામાં આવ્યા છે.
View all




















રૂ. ૩ કરોડની લેમ્બોર્ઘિની ગેલાર્ડો
ઉત્તરાખંડમાં આકાશમાંથી કુદરતી કોપ
ભાયંદરમાં મકાન-હોનારત: જાનહાનિ નથી