અમેરિકાના અવકાશયાત્રી અને ચંદ્રની ધરતી પર પગ મૂકનાર પ્રથમ માનવી નીલ આર્મસ્ટ્રોંગનું શનિવાર, ૨૫ ઓગસ્ટે અમેરિકામાં અવસાન થયું. એ ૮૨ વર્ષના હતા અને એમને હૃદયની બીમારી હતી. એ ૧૯૫૬માં અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા 'નાસા'માં જોડાયા હતા. ૧૯૬૯માં નાસાએ ચંદ્ર પર માનવસહિત યાન એપોલો 11 મોકલ્યું હતું જેમાંના એક અવકાશયાત્રી હતા નીલ અને બીજા હતા એડવીન (બઝ) એલ્ડ્રીન. ૧૯૬૯ની ૨૦ જુલાઈએ લાખો ટીવી દર્શકોની નજર સામે નીલે ચંદ્રયાનની સીડીના અંતિમ પગથિયા પરથી ઉતરી ચંદ્રની સપાટી પર પગ મૂક્યો હતો. ચંદ્ર પર ઉતરનાર એ પ્રથમ માનવી હતા અને એ વખતે તેમની ઉંમર ૩૮ વર્ષની હતી. માનવજાતિના ઈતિહાસની શ્રેષ્ઠ તસવીરોઃ
View all




















મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં
સોનામાં ઝળકતી ઐશ્વર્યા
અમેરિકામાં નદી પરનો બ્રિજ તૂટ્યો