અમેરિકાનો ૩૩ વર્ષનો નિક વૉલેન્ડા પ્રચંડ એવા નાયેગ્રા ધોધને એક બાજુથી બીજી બાજુ લોખંડના કેબલ્સ પર બેલેન્સ જાળવીને ચાલીને પાર કરી બતાવનાર ૧૦૦ વર્ષમાં વિશ્વનો પહેલો માનવી બન્યો છે. શુક્રવાર, ૧૫ જૂનની રાત્રે 'એરિયલિસ્ટ' નિકે આ સાહસ તાણભરી ૨૫ મિનિટમાં સફળતાપૂર્વક પાર પાડ્યું. નિક ૧૮૦૦ ફૂટ લાંબા અને બે ઈંચ જાડા દોરડા-તાર પર ચાલ્યો હતો. ત્રણ સંતાનોના પિતા નિકનું આ શ્વાસ થંભાવી દેનારું અદ્દભુત એક્રોબેટિક્સ સાહસ જોવા માટે હજારો લોકો એકત્ર થયા હતા. નિકે ધોધની અમેરિકાની બાજુએથી દોરડા પર ચાલવાનું શરૂ કર્યું હતું અને કેનેડાની બાજુએ પૂરું કર્યું હતું. એ ૨૫ મિનિટ દરમિયાન તે ધોધમાં પડતા પાણીની તીવ્ર વાછટ સામે પણ બળપૂર્વક ટકી ગયો હતો.
View all




















‘ભાગ મિલ્ખા ભાગ’નું મ્યુઝિક લોન્ચ
રૂ. ૩ કરોડની લેમ્બોર્ઘિની ગેલાર્ડો
દિલ્હીમાં યમુનાનું વિકરાળ સ્વરૂપ