ફ્રાન્સની જાણીતી કાર ઉત્પાદક કંપની રેનોએ બુધવાર, ૪ જુલાઈએ નવી દિલ્હીમાં એક વિશેષ કાર્યક્રમમાં તેની નવી રેનો 'ડસ્ટર' એસયુવી ડિઝલ કાર લોન્ચ કરી છે. તે પ્રસંગે રેનો ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર માર્ક નાસીફ (ડાબે) અને વાઈસ-પ્રેસિડન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) લેન કુરેન કાર પાસે ઊભા રહીને પોઝ આપે છે. આ કારની કિંમત રૂ. ૭ લાખથી લઈને રૂ. ૧૧,૨૯,૦૦૦ની રેન્જમાં છે. 'ડસ્ટર' ગ્રાહકોને બે એન્જિનમાંથી એકની પસંદગી કરવાનો વિકલ્પ આપે છે. તે ૧.૬ લીટરનું પેટ્રોલ એન્જીન સાથે ઉપલબ્ધ છે તો ડિઝલવાળા મોડલમાં ૧.૫ લીટરનું ડિઝલ એન્જીન છે. 'ડસ્ટર' આગમનથી ભારતની એસયુવી માર્કેટમાં તીવ્ર હરીફાઈ થશે. આ કાર ભારતમાં મુખ્યત્વે મહિન્દ્ર એન્ડ મહિન્દ્રની સ્કોર્પિઓ અને ટાટાની સફારી સામે હરીફાઈ કરશે. આ કાર કંપનીના ચેન્નઈસ્થિત પ્લાન્ટમાં બનાવવામાં આવશે અને બ્રિટનમાં તેની નિકાસ કરશે.
Latest Edition

English Summary
- કવર સ્ટોરીઃ પૈસા ફેંકો... પોસ્ટિંગ મેળવો!
- રેડિયો રિપેરિંગથી રોબોટિક્સ સુધી...
- પાકિસ્તાનમાં પાછું આવે છે 'સિંહ'નું રાજ!
Features
View all



















અમેરિકામાં બે ટ્રેન અથડાઈ: ૬૦ ઘાયલ
કાન્સ ફિલ્મોત્સવમાં સોનમ
શ્રીસંતઃ ક્રિકેટ સ્ટારમાંથી ક્રિમિનલ
મર્સિડીઝ-બેન્ઝે લોન્ચ કરી GL-CLass
GM લાવી ‘શેવરોલે એન્જૉય’
જિનેવા ઈન્ટરનેશનલ ઓટો શૉ-૨૦૧૩