બુધવારે અવસાન પામેલા ભારતના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની અંતિમ યાત્રા ગુરુવાર, ૧૯ જુલાઈએ સવારે ૧૦ વાગ્યે બાન્દ્રાસ્થિત એમના નિવાસસ્થાન આશિર્વાદ ખાતેથી શરૂ થઈ હતી. એમના પાર્થિવ શરીરને ખુલ્લી, ફૂલોથી શણગારેલી મિની-ટ્રકમાં કાચની પેટીમાં રાખવામાં આવ્યું હતું જેથી સમગ્ર રૂટ પર ઊભેલા ચાહકો એમના માનીતા અભિનેતાના અંતિમ દર્શન કરી શકે. અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા અને સમગ્ર રૂટ પર પાર્થિવ દેહ પર ફૂલોની પાંખડીઓનો વરસાદ કરાતો હતો. ઘણા લોકો હાથમાં રાજેશ ખન્નાના પોસ્ટરો અને એમના ફિલ્મી ડાયલોગ્સ લખેલા પ્લેકાર્ડ્સ લઈને ઊભા હતા.
View all




















કેબીનેટમાં ૮ નવા પ્રધાનોનો સમાવેશ
સોહાએ લોન્ચ કર્યાં સલવાર, કમીઝ, કૂર્તી
ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું; હજારો ફસાયા
પ્રિયંકાનાં પિતાની અંત્યેષ્ટી
ઠાકરેની ચિરનિંદ્રા
મહામાનવની મહાયાત્રા