એશિયાની નંબર-વન સ્પોર્ટ્સ કન્ટેન્ટ પ્રોવાઈડર ઈએસપીએન-સ્ટાર સ્પોર્ટ્સે જાહેર કર્યું છે કે તેણે દુનિયાભરમાં ૨૧૮ ટેરીટરીઝ માટે આઈસીસી વર્લ્ડ ટ્વેન્ટી-20 ક્રિકેટના સિન્ડિકેટેડ બ્રોડકાસ્ટ રાઈટ્સ ખરીદ્યા છે. વર્લ્ડ ટ્વેન્ટી-20 ચેમ્પિયનશિપ ૧૮ સપ્ટેંબરથી શ્રીલંકામાં રમાવાની છે. સ્ટાર ક્રિકેટ અને સ્ટાર ક્રિકેટ એચડી વર્લ્ડ કપની તમામ ૨૭ મેચો ટીવી પર પ્રસારિત કરશે. મંગળવાર, ૨૮ ઓગસ્ટે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જાહેરાત કરતી વખતે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો અને આગામી વર્લ્ડ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા માટેના કોમેન્ટેટરો સૌરવ ગાંગુલી (જમણેથી બીજો) અને સંજય માંજરેકરની સાથે છે ઈએસપીએન સોફ્ટવેર ઈન્ડિયન પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર આલોક મલિક (ડાબે) અને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના જનરલ મેનેજર (કમર્શિયલ) કેમ્પબેલ જેમીસન.
View all




















‘યે જવાની હૈ દિવાની’નું પ્રમોશન
શ્રીસંત, વિન્દુ પોલીસનાં સકંજામાં
ચેન્નઈ સુપર કિંગ્સ ફાઈનલમાં