વાનખેડેઃ શાહરૂખ માફી નહીં માગે

Picture 1 of 7

બોલીવૂડ એક્ટર અને કોલકાતા નાઈટ રાઈડર્સના સહ-માલિક શાહરૂખ ખાને વાનખેડે સ્ટેડિયમમાં બુધવાર, ૧૬ મેની રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ સાથેની આઈપીએલ મેચ બાદ સુરક્ષાકર્મી સાથે બોલાચાલી થયા બાદ અને સુરક્ષા અધિકારીઓ તથા મુંબઈ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સાથે થયેલા ઝઘડા અંગે ગુરુવારે મુંબઈમાં પોતાના નિવાસસ્થાને પત્રકારોને તે ઘટનાની જાણકારી આપી. તેણે કહ્યું કે મારું વર્તન જરાય ખરાબ નહોતું. હું તેમની માફી નહીં માગું. શાહરૂખ સાથે આવેલા બાળકોને સુરક્ષા જવાને વ્હીસલ મારીને મેદાનની બહાર જવા કહ્યું એટલે શાહરૂખ ભડક્યો હતો. કહેવાય છે કે તે દારૂ પીને આવ્યો હતો અને ગાળાગાળી પણ કરી હતી. આ ઘટનાની ગંભીર નોંધ લઈને એસોસિએશને શાહરૂખ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ પર આજીવન પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery