પુત્રને લઈ ઘેર પહોંચ્યાં શિલ્પા-રાજ

Picture 1 of 5

બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેનો બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રા શુક્રવાર, ૨૫ મેએ બપોરે તેમનાં નવજાત પુત્રને લઈને હિન્દુજા હોસ્પિટલમાંથી તેમનાં ઘેર ગયાં. બંને જણ ઘણા ખુશ હતા અને ત્યાં હાજર મીડિયાકર્મીઓ તથા પ્રશંસકોનો આભાર માનીને રવાના થયા હતા. શિલ્પાએ ગયા સોમવાર, ૨૧ મેએ પુત્રને જન્મ આપ્યો હતો. પુત્રનું નામ હજી પાડવામાં આવ્યું નથી. શિલ્પાનાં માતા સુનંદા શેટ્ટી અક્ષર સૂચવશે એના પરથી જ બાળકનું નામ રાખવામાં આવશે. શિલ્પા અને રાજે ૨૦૦૯માં લગ્ન કર્યા હતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery