શ્રીનગરની દરગાહમાં ભીષણ આગ

Picture 1 of 4

જમ્મુ અને કશ્મીરની ગ્રીષ્મ ઋતુની રાજધાની શ્રીનગરમાં સોમવાર, ૨૫ જૂને સૂફી સંત પીર દસ્તગીર સાહેબની દરગાહમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. શેખ અબ્દુલ કાદિર ગિલાની, જે દસ્તગીર સાહિબ તરીકે પ્રખ્યાત થયા છે, તેમની આ દરગાહ ૨૦૦ વર્ષ જૂનું હેરિટેજ મકાન છે. સત્તાવાળાઓનું કહેવું છે કે આગ લાગી છતાં દસ્તગીર સાહિબના પ્રાચીન કાળથી સંગ્રહ કરાયેલા અવશેષો અકબંધ છે. તે દરગાહની અંદર એક ફાયર-પ્રુફ પેટીમાં રાખવામાં આવ્યા છે. તેને બચાવી લેવાયા છે અને સુરક્ષિત સ્થાને મૂકી દેવામાં આવ્યા છે. - દરગાહમાં લાગેલી આગને બુઝાવવામાં ફાયર ફાઈટરોને સ્થાનિક રહેવાસીઓ મદદ કરી રહ્યા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery