સુનિતા ફરી અંતરિક્ષની યાત્રાએ

Picture 1 of 10

ભારતીય મૂળની અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ રવિવાર, ૧૫ જુલાઈએ બીજી વાર અવકાશયાત્રાએ રવાના થઈ છે. અવકાશગમન પૂર્વે કઝાખસ્તાનના બૈકાનુર કોસ્મોડ્રોમ ખાતેથી રોકેટ સોયૂઝ TMA-05Mમાં બેસતા પહેલા સુનિતા હાજર રહેલા વિજ્ઞાનીઓ, એન્જિનિયરો તથા અન્યોને ગુડબાય કરી રહી છે. સુનિતા અન્ય બે અવકાશયાત્રીઓ સાથે અવકાશમાં સ્થિર મૂકાયેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર રહેશે. રોકેટ સોયૂઝ મંગળવારે આઈએસએસ સાથે જોડાશે અને ત્રણેય અવકાશયાત્રીઓ તેમાં દાખલ થશે. કેટલાક વૈજ્ઞાનિક સંશોધનો અને સ્પેસવોક સહિતની કામગીરી પૂરી કર્યા બાદ સુનિતા ૧૨ નવેંબરે પૃથ્વી પર પાછી ફરશે. સુનિતા અમેરિકી સ્પેસ એજન્સી 'નાસા'ની ફ્લાઈટ એન્જિનિયર છે. આઈએસએસ પર આ તેનું બીજી વારનું રોકાણ હશે. ૨૦૦૬માં એ ત્યાં ૬ મહિના રહી હતી જે એક રેકોર્ડ બન્યો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery