બીજિંગમાં કાંસ્ય, લંડનમાં રજત

Picture 1 of 10

ભારતના સ્ટાર કુસ્તીબાજ સુશીલ કુમારે લંડન ઓલિમ્પિક્સમાં રજત ચંદ્રક જીત્યો છે. રવિવાર, ૧૨ ઓગસ્ટે ૬૬ કિ.ગ્રા. વજનના વર્ગની ફ્રી-સ્ટાઈલ કુસ્તીની ફાઈનલમાં તેનો જાપાનના પહેલવાન તાત્સુહીરો યોનેમિત્સુ સામે પરાજય થયો. આ સાથે જ સુશીલે લગાતાર બે ઓલિમ્પિક્સમાં વ્યક્તિગત રીતે મેડલ જીતીને ભારત માટે ઈતિહાસ સર્જ્યો છે. આ સિદ્ધિ અગાઉ કોઈ ભારતીય એથ્લીટે મેળવી નથી. ચાર વર્ષ પહેલા બીજિંગ ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર સુશીલે રવિવારે ફાઈનલમાં પ્રવેશ કરતા પહેલા સેમી ફાઈનલમાં કઝાખસ્તાનના પહેલવાનને ઊંચકીને પછાડી દીધો હતો અને આ વખતે પોતાના મેડલનો રંગ બદલ્યો છે. ફાઈનલમાં પ્રવેશ કરતા પૂર્વે રવિવારે સુશીલે પહેલા તૂર્કીના પહેલવાનને પછાડ્યો, તે પછી ઉઝબેકિસ્તાનના રેસલરને ગેમ્સમાંથી આઉટ કર્યો અને બાદમાં વારો કાઢ્યો કઝાખ કુસ્તીબાજનો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery, olympic gallery