ભારતના ‘મિસાઈલ વૂમન’ ટેસ્સી

Picture 1 of 5

૫૦૦૦ કિ.મી. દૂરના અંતરના ટાર્ગેટને ભેદી શકે એવી 'અગ્નિ-5' અણુ મિસાઈલનો ભારતે કરેલો પ્રયોગ સફળ થયો છે. આ મહત્વાકાંક્ષી મિસાઈલ પ્રોજેક્ટની આગેવાની લેનાર કોઈ પુરુષ નહીં પણ મહિલા વિજ્ઞાની છે, ટેસ્સી થોમસ. શુક્રવાર, ૨૦ એપ્રિલે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં હાજર થઈને થોમસે કહ્યું કે આ મિસાઈલનું ઉત્પાદન શરૂ કરતા પહેલા તેની બે વધુ અજમાયશ કરવામાં આવશે. ૪૮ વર્ષનાં અને ઘરમાં ગૃહિણી તરીકે પણ ફરજ નિભાવનાર ટેસ્સી થોમસને ભારતના મિસાઈલ મિશનનાં 'રોકેટ વૂમન' તરીકે ઓળખવામાં આવે છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના તે સૌપ્રથમ મહિલા ડિરેક્ટર છે. તેમનું માનવું છે કે આપણા દેશની મહિલાઓ બહાદૂર છે અને વધારે મહિલાઓએ સશસ્ત્ર દળોમાં લડાકુ કામગીરીઓમાં જોડાવું જોઈએ. રડાર અને મિસાઈલો પ્રત્યેનું આકર્ષણ તેમને ડિફેન્સ ક્ષેત્રમાં ખેંચી લાવ્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Gallery