કચ્છના રણમાં ૨૫ જાન્યુઆરીએ યોજાશે ‘ડેઝર્ટ કાર રેલી’

ભુજ – કચ્છ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલપમેન્ટ સોસાયટી ૨૫ જાન્યુઆરીએ કચ્છમાં ડેઝર્ટ કાર રેલીની નવી આવૃત્તિનું આયોજન કરશે.

આ કાર રેલીમાં ભુજ-વેકરીયા રૂટ પર ૨૦૦ કિ.મી.ને આવરી લેવાશે.

રેલીમાં ભાગ લેનારાઓએ ૨૦૦૮ની સાલ બાદ બનાવવામાં આવેલી 1000 સીસી પ્લસ કાર સાથે ભાગ લેવાનો રહેશે. દરેક કારમાં એક ડ્રાઈવર અને કો-ડ્રાઈવર હોવો જોઈએ. તદુપરાંત દરેક સ્પર્ધક માટે સીટ બેલ્ટ, હેલ્મેટ, બ્લડ ગ્રુપ કાર્ડ, ફેડરેશન ઓફ મોટર સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયાનું એક-દિવસનું લાઈસન્સ હોવું ફરજિયાત છે.

આયોજક સંસ્થાએ આ રેલીના આયોજનમાં મુંબઈની ઈન્ડિયા ઓટોમોટિવ રેસ ક્લબ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે.

રેલી વિશેની વધુ જાણકારી આ વેબસાઈટ પરથી મળી રહેશે. www.kidsoc.in

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: GUJARAT NEWS