વડોદરા – શહેરના પોશ વિસ્તારમાં આવેલા રેસકોર્સ ટાવરમાં મંગળવારે બપોરે મોટી આગ લાગતા ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
આગ મકાનના ત્રીજા માળ પર લાગી હતી. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. અગ્નિશામક દળના જવાનોએ ૪૦ મિનિટ બાદ આગને બુઝાવી દેવામાં સફળતા મેળવી હતી.
મકાનમાં ફસાઈ ગયેલા દરેક જણને ઉગારી લેવામાં આવ્યા છે. ધૂમાડાને કારણે ઘણા લોકોને શ્વાસમાં તકલીફ પડી હતી.
અલ્કાપુરી વિસ્તારમાં અને રેસકોર્સ સર્કલ નજીક આવેલા આ મકાનમાં આગ બપોરે લગભગ ત્રણ વાગ્યે લાગી હતી. પ્રાથમિક રીતે, આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માલૂમ પડ્યું છે.



















