હાઈકોર્ટમાં બળાત્કારનો ભોગ બનેલ પીડિતાએ ઝેર પીધું

અમદાવાદ- ૨૦૦૭માં સામુહિક બળાત્કારનો ભોગ બનેલ પીડિત યુવતીને ન્યાય મળવામાં વિલંબ થતા તેણે બુધવારે હાઈકોર્ટમાં જ ઝેર ગટગટાવ્યું હતું. આ પીડિત યુવતી પર ૨૦૦૭માં અમરાઈવાડી વિસ્તારમાં કેફી પીણું પીવડાવી સામુહિક બળાત્કાર કરાયો હતો

ગઈકાલે પોતાનાં માતા પિતા સાથે ઘીકાંટાની મેટ્રોપોલિટન કોર્ટમાં ગયેલી યુવતીને ખબર પડી કે તેના કેસમાં ૧૮ માર્ચની મુદત પડી છે, જે તેનાથી સહન ના થતા તેણે ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ ઘટના બાદ પોલીસ તેને વાડિલાલ સારાભાઈની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં ડોક્ટરોએ તેની તાત્કાલિક તપાસ કરી ઝેરને શરીરમાંથી નિકાળવાનાં પ્રયત્નો કર્યા હતા. બાદમાં તેની હાલત સ્થિર હોવાનું ડોક્ટરો દ્વારા જણાવાયું હતું.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: GUJARAT NEWS