કોર્ટે કાઢી મોદી સરકારની ઝાટકણી

અમદાવાદ – ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં ફાટી નીકળેલા કોમી રમખાણો અને ધાર્મિક બાંધકામોના વ્યાપકપણે કરાયેલા નાશને માટે ગુજરાત હાઈ કોર્ટે નરેન્દ્ર મોદીની સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે સરકારને ઉદાસીન વલણ અપનાવવા અને બેદરકારી બતાવવા બદલ દોષી ગણાવી છે.
ગુજરાતના કાર્યવાહક વડા ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાની વિભાગીય બેન્ચે આવું અનુમાન કર્યું છે અને રાજ્યમાં તોડી પાડવામાં આવેલા ૫૦૦થી પણ વધારે ધાર્મિક બાંધકામો માટે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ઈસ્લામિક રીલિફ કમિટી ઓફ ગુજરાતે નોંધાવેલી પીટિશન ઉપર કોર્ટે સુનાવણી કરી હતી.
કોર્ટે અનુમાન વ્યક્ત કર્યું કે સરકારના ઉદાસીન વલણ અને બેદરકારીને લીધે જ રમખાણોને રોકવામાં સરકારે પૂરતા પગલાં લીધા નહોતા, તેનું વલણ ઉદાસીન રહ્યું હતું અને તે બેદરકાર પણ રહી. પરિણામે રાજ્યભરમાં ધાર્મિક બાંધકામોનો વ્યાપક રીતે નાશ કરવામાં થયો.
કોર્ટે વધુમાં એમ પણ કહ્યું કે નાશ કરાયેલા ધાર્મિક બાંધકામોનું સમારકામ કરવાની અને વળતર આપવાની સરકારની જવાબદારી બને છે.
કોર્ટે કહ્યું કે જો સરકારે નાગરિકોના ઘરો અને વ્યાપારી પેઢીઓ માટે વળતર ચૂકવ્યું છે તો તેણે ધાર્મિક બાંધકામો માટે પણ વળતર ચૂકવવું જોઈએ.

Filed in: GUJARAT, News Gallery

One Response to “કોર્ટે કાઢી મોદી સરકારની ઝાટકણી”

  1. divya
    February 14, 2012 at 1:05 pm #

    badhno ek divas aavej che.. atyar sudhi modi na divso chalta hata.. have praja na divso che..

Leave a Reply