22 ફેબ્રુઆરીથી ગુજરાત ટ્રાવેલ માર્ટ

અમદાવાદ – બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ખુશ્બુ ગુજરાત કીએડ કેમ્પેઇન સફળતા અપાવ્યા બાદ ગુજરાત સરકારે 22-24 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત ટ્રાવેલ માર્ટનું આયોજન કર્યું છે. આ માર્ટનું યજમાન બનશે ગાંધીનગરનું મહાત્મા મંદિર. આ પરિષદમાં 30 દેશોમાંથી પ્રતિનિધિઓ આવશે. મહાત્મા મંદિર સ્થળે બાયર-સેલર મીટ પણ યોજાશે.

આ માર્ટ દરમિયાન જ ગુજરાતની નવી પ્રવાસન નીતિની જાહેરાત કરાશે. મુખ્ય કાર્યક્રમ પછી પ્રવાસન વિભાગે ઉપસ્થિત રહેનારા પ્રતિનિધિઓ માટે ગુજરાત દર્શનનું પણ આયોજન કર્યું છે.

પ્રથમ પ્રવાસ કચ્છનો યોજાશે જેમાં આ વિસ્તારના પ્રવાસન સ્થળોને આવરી લેવામાં આવ્યા છે. બીજો પ્રવાસ અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારોનો છે. ત્રીજામાં હેરિટેજ હોટેલો અને ચોથામાં સૌરાષ્ટ્રનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે.

30 દેશોમાંથી અંદાજે 200 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. ભારતમાંથી 200 પ્રદર્શનકર્તાઓ, ટુરિઝમને લીડ કરતી 20 કંપનીઓ અને 800 થી વધારે ટ્રાવેલ એજન્ટો આ કાર્યક્રમની મુલાકાત લેશે.

નેધરલેન્ડ્સ, બેહરીન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, યુએસએ, દક્ષિણ આફ્રિકા, નોર્વે, પોલેન્ડ, ગ્રીસ, ઇઝરાયલ અને યુએઇમાંથી પ્રતિનિધિઓ આવે એવી ધારણા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: GUJARAT NEWS, Old News Gallery