ગુજરાત કોંગ્રેસ પાસે હવે ૧૦ પ્રવક્તા છે

અર્જુન મોઢવાડિયા

અમદાવાદ – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કરેલી ભલામણને આધારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ રાજ્યમાં ૧૦ પ્રવક્તાને નિયુક્ત કર્યા છે.

આ દસ પ્રવક્તાઓના નામ છેઃ ગૌરવ પંડ્યા, જયંતિલાલ પરમાર, પ્રો. કિશોરસિંહ સોલંકી, ડો. મનિષ દોશી, ચેતન રાવલ, હિમાંશુ વ્યાસ, જયરાજસિંહ પરમાર, હૃદય બુચ (એડવોકેટ), અમીબેન યાજ્ઞિક (એડવોકેટ) અને હિતેશ પટેલ.

અગાઉ ગુજરાતમાં કોંગ્રેસના પાંચ પ્રવક્તા હતા – જયંતિલાલ પરમાર, ડો. મનિષ દોશી, જયરાજસિંહ પરમાર, હિમાંશુ વ્યાસ અને અસીફા ખાન (ભરૂચ). પરંતુ નવી પેનલમાં દસ પ્રવક્તા છે. અસીફા ખાનને પડતા મૂકી દેવામાં આવ્યા છે.

નવા નામોમાં, ગૌરવ પંડ્યા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલની નિકટના ગણાય છે. ચેતન રાવલ લોકપ્રિય ગુજરાતી ટીવી સ્ટાર અને બિઝનેસમેન છે. તે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન સ્વ. પ્રબોધ રાવલના પુત્ર છે.

કોંગ્રેસે તેની મીડિયા ટીમમાં બે એડવોકેટને સામેલ કર્યા છે જેઓ પાર્ટીને ટીવી ચેનલો પરની ચર્ચાઓમાં મદદરૂપ થશે.

હિતેશ પટેલ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા છે અને નરહરિ અમીનના જમણા હાથ સમા ગણાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: GUJARAT NEWS