અમદાવાદ – ગુજરાત સરકારે રાજ્યમાં આંતર-શહેર કે આંતર-જિલ્લા વિમાન સેવા શરૂ કરવા માટેની પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે. આ સેવા ડિસેંબર સુધીમાં શરૂ થાય એવી ધારણા છે. તે માટે ચાર ખાનગી કંપની મેદાનમાં ઉતરી છે અને સરકારે તેમની સાથે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
આ ચાર કંપની છે, સ્પાઈસ જેટ, વેન્ચુરા એરકનેક્ટ, ડેક્કન ચાર્ટર્સ અને લ્યુઆન એરવેઝ.
સરકારનો હેતુ અમદાવાદ, પોરબંદર, કેશોદ, મુંદ્રા, સુરત, વડોદરા, અંકલેશ્વર, દિવ, ભુજ, ભાવનગર, જામનગર અને કંડલા સહિત ડઝન જેટલા શહેરોને આ નવી વિમાન સેવાથી સાંકળવાનો છે. આ યાદીમાં રાજકોટનું નામ હજી સુધી ગાયબ છે.
ગુજરાત સરકારનું કહેવું છે કે એરલાઈન્સને શરૂઆતના વર્ષોમાં મદદરૂપ થવા ચોક્કસ વર્ષો સુધી સરકાર વિમાનોમાં સીટ અનામત રાખશે. હરાજીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રાખવામાં આવશે.
વિમાની સેવા શરૂ કરવા માગતી એરલાઈન કંપનીઓની આર્થિક સદ્ધરતાને પણ ધ્યાનમાં લેવામાં આવશે.



















