ગુજરાતમાં ગુટખા પ્રતિબંધ પર કડક અમલની જાહેરાત

ગુજરાત સરકારે આજથી રાજ્યભરમાં ગુટખા, પાન-મસાલા ઉપર લદાયેલા પ્રતિબંધનો કડક અમલ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટે, જુનાગઢ ખાતેની સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી વખતે રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ લાવવાની જાહેરાત કરી હતી. જોકે,તેનો અમલ ૧૧મી,સપ્ટેમ્બરે કરવાનું નક્કી કર્યું હતું.

ગુટખાબંધીનો અમલ ‘ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬’હેઠળ થતો હોવાથી તેનો ભંગ કરનારને આ કાયદાની કલમ મુજબ ભંગકર્તા સામે ફોજદારી ગુનો દાખલ થશે અને સાબિત થતાં છ મહિના સુધીની સજા,રૂપિયા ૫ લાખ સુધીનો દંડ થઈ શકશે.

જો જથ્થો નાનો હશે તો વિભાગના જિલ્લા કક્ષાએ ડેઝિગ્નેટેડ ઓફિસર પોતાની વિવેકબુદ્ધિ પ્રમાણે રૂ. ૨ લાખ સુધીનો દંડ કરી શકશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: GUJARAT NEWS