કાંકરિયા ઝૂની પ્રવેશ ફીનો ભાવ ડબલ કરાયો

અમદાવાદ- કાંકરીયાનાં કમલા નહેરૂ પ્રાણી સંગ્રહાલયની પ્રવેશ ફીનાં દરોમાં ૧૦૦ ટકાનો તોતિંગ વધારો ઝિંકી દેવાયો છે. ૧૨ વર્ષથી મોટા વ્યક્તિઓની ટિકિટના દર રૂ ૧૦થી વધારીને ૨૦ રૂપિયા જ્યારે ૧૨ વર્ષથી નાનાં બાળકોની ટિકિટના દર રૂપિયા પાંચથી વધારી ૧૦ રૂપિયા કરી દેવાયા છે.

ગઈકાલે ગુરૂવારે મળેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીમાં સર્વાનુમતે આ ૧૦૦ ટકાનો ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો હતો.

સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારોને બાળકોને કાંકરિયા પ્રાણી સંગ્રહાલય જોવા લઇ જવું હવે સપનું બની રહેશે. આ ભાવ વધારાને કારણે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: GUJARAT NEWS