શાસ્ત્રીય ગાયક પંડિત અતુલ દેસાઈનું હાર્ટ એટેકને કારણે અવસાન

અમદાવાદ- અમદાવાદની કદમ્બ સંસ્થા સાથે જોડાયેલા શાસ્ત્રીય ગાયક પંડિત અતુલ દેસાઈનું ગઈકાલે સોમવારે તેમનાં અમદાવાદ સ્થિત નિવાસ્થાને અવસાન થયું છે. તેમણે દેશ-વિદેશમાં અનેક શાસ્ત્રીય સંગીતની મહેફિલો ગજાવી હતી.

પંડિત દેસાઇ ગ્વાલિયર ઘરાનાનાં યુગસર્જક ગાયક, પંડિત ઓમકારનાથ ઠાકુરનાં પટ્ટશિષ્ય હતા. તેમણે પંડિતજીની ગાયકીને આત્મસાત્ કરી હતી. શાસ્ત્રીય ગાયક ઉપરાંત તેમનાં દ્વારા ગાવામાં આવેલી ગઝલો અને ભક્તિગીતો આકાશવાણીનાં અમદાવાદ કેન્દ્ર ઉપરથી રજૂ થયા હતાં.

છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ જગપ્રસિદ્ધ નૃત્યાંગના કૌમુદિની લાખિયા સ્થાપિત કદમ્બ નૃત્ય સંસ્થા સાથે ગાયક-સંગીતકાર તરીકે સંકળાયેલા હતા.

 

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: GUJARAT NEWS