મહેસાણા જિલ્લાના વિજાપુરથી 15 કીલોમીટર દૂર આવેલા ફળુ ગામના એક ખેતરમાં ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
વિજાપુર પોલીસ સ્ટેશનના સબ ઇન્સપેક્ટર એમ. એમ. પરમારે કહ્યું હતું કે છોકરી મંગળવારે તેના દાદાદાદી સાથે નજીકની દુકાનમાં ઠંડુ પીણું પીવા ગઇ હતી અને ત્યાર પછી લાપત્તા થઇ ગઇ હતી.
પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં એવું ફલીત થાય છે કે હત્યા પહેલા છોકરી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો.
છોકરીના પિતા ચતુરજી ધારસિંહ રાઠોડે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વિજાપુર નજીકના ફળુ ગામની ઘટનાઃ ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા
Filed in: GUJARAT NEWS



















